Posts

Showing posts from July, 2014

વડીલોને વિનંતી

હે પરમપૂજ્ય વડીલો ! અમને 'સંપૂર્ણપણે' ખુશ થવા દો ને !!  ઉર્ફે  વડીલોને વિનંતી                   વડીલોને કાંઇ વઢાય ? વડીલોને તો માત્ર વિનંતી જ કરી શકાય. એટલે મારી આ ખીજ કે દાઝને હું વિનંતી સ્વરૂપે રજૂ કરું છું.                   મારી આ વિનંતી માત્ર પેલા પચાસ વટાવી ગયેલા અને સિનિયર સિટિઝનશીપનો 'બધી રીતે' લાભ લેતા વડીલોને જ નથી, પરંતુ હું એ તમામને 'વડીલ' ગણું છું કે જે પોતાની જાતને પોતાની ઉંમરના બીજા લોકો કરતા વધુ શાણા (હા 'શાણા', 'ડાહ્યા' નહીં !) ગણે છે ! એટલે એમ જોઇએ તો વડીલ ગમે તે ઉંમરના હોઇ શકે. તો એવા તમામ વડીલોને વિનંતી છે કે તેઓ જેને 'બાળક' કે 'છોકરાં' ગણે છે તેને 'સંપૂર્ણપણે' ખુશ થવાની રજા આપે.                    હવે બધાને થશે કે આ વળી કેવી વિનંતી છે !? તો હું સ્પષ્ટ કરું. ધારો કે કોઇ છોકરી કે છોકરાને કશું...