Posts

લાંબા સમય પછી

એવી સ્ત્રીના પ્રેમમાં ન પડતાં  જે વંદા અને ગરોળીથી ન ડરતી હોય. તમારા મજબૂત બાહુઓ  જે તમે ધર્યાં હતાં  એને સમાવી લેવા  ખાલી જ રહી જશે 

Review of the movie Article 15

રંગ દે બસંતી ફિલ્મમાં યુવાનોની દેશભક્તિ બતાવી છે. પણ એ ભારતીય યુવાનોમાં દેશભક્તિ એક વિદેશી છોકરી ખીલવે છે. એ જ રીતે આર્ટિકલ 15 માં પણ દલિતો માટે લડતો દલિત નિષાદ માર્યો જાય છે અને દલિતોને ન્યાય એક સવર્ણ પોલીસ ઓફિસર અપાવે છે. સત્યઘટના પર આધારિત છે અને હકીકતમાં આમ બન્યું પણ હશે. તો ય સવાલ તો ઊઠે છે કે #subaltern લોકોને ઉપર આવવા માટે ય જેનાથી કચડાયેલા છે એનો જ સહારો લેતા કેમ બતાવવામાં આવે છે ? થોડા સમય પહેલા એક ફોટોગ્રાફરે લીધેલી મુંબઈ શહેરની light અને darkness juxtapose થાય એવી તસવીર પ્રસિદ્ધ થયેલી. આ ફિલ્મની શરૂઆત પણ કંઈક એ તસ્વીર જેવી છે. વરસાદમાં ગંદા વિસ્તારમાં કોઈક નાનકડા છાપરાં હેઠળ ઊભા રહીને (ઉચ્ચ/અમીર લોકોની શ્રીમંતાઈની સામે સંઘર્ષમાં જીવતા લોકોની તક્લીફોને મૂકતા લોકગીત જેવું) ગીત ગાતા દલિત લોકો અને એમના ગીત સાથે જ બે દલિત કિશોરીઓ ઉપર થતો અત્યાચાર...ખાલી અમુક સેકન્ડનું જ એ દ્રશ્ય છે જેમાં એ બાળકીઓની આંખમાં અંજાયેલો ભય જોઈને જ કમકમાટી ઉપજે ! અને એની તરત પછીના જ દ્રશ્યમાં આવે સાફસુથરા માર્ગ પર ચાલી જતી પોલીસ ઓફિસરની સાફસુથરી કાર અને સંઘર્ષ વર્ણવતા લોકગીતની જગ્યાએ કારમાં વાગતું બો...

શ્રાવણ મહિનામાં વ્રતો અને શિવપૂજા પાછળનું તથ્ય

શ્રાવણ માસ એટલે શિવભક્તિનો માસ, વ્રતો અને ઉપવાસોનો માસ, તહેવારોનો માસ, વિધિવિધાનોનો માસ. આ ઉપવાસ, શિવભક્તિ, વિધિઓ વગેરે સદીઓથી ચાલ્યું આવે છે. આપણા આર્ષદ્રષ્ટા અને જ્ઞાની એવા ઋષિઓએ સંપૂર્ણ અભ્યાસ અને સંશોધન કરીને બનાવેલી આ પરંપરાઓ છે જે આજે પણ એટલી જ પ્રસ્તુત છે. આજે હું તમારી સમક્ષ શિવલિંગની બીલીપત્રથી થતી પૂજા, શ્રાવણ માસમાં થતા ઉપવાસો અને એની સાથે જોડાયેલું વિજ્ઞાન એની વિશે થોડી વાત કરીશ. સૌપ્રથમ તો શિવ કે શંકર ભગવાનને આપણે બે સ્વરૂપે પૂજીએ છીએ. એક મૂર્તિ સ્વરૂપે અને એક શિવલિંગ સ્વરૂપે. એમાં શ્રાવણ માસમાં મુખ્યત્વે આપણે શિવલિંગની બિલ્વપત્રથી પૂજા કરીએ છીએ. આ બન્ને પાછળ અમુક તર્ક અને કારણો જોડાયેલા છે. ધરતી એ આપણા માટે ઉર્જાનો સ્ત્રોત છે. શિવલિંગની રચના એવી હોય છે કે જેમાં ધરતીમાં રહેલી મહત્તમ ઉર્જા સંગ્રહાય છે. વળી શિવલિંગની આજુબાજુના રેડિએશન એટલા તીવ્ર હોય છે કે એની નજીક ઉભા રહેવા માત્રથી એની અસર અનુભવી શકાય. અને એને સ્પર્શ કરવાથી એ એનર્જીનો સંચાર આપણામાં થાય. દેખીતી રીતે આ બહુ સૂક્ષ્મ બાબત છે પણ રોજ જો આ વિધાન કરો તો તમને શરીરમાં પોસિટીવીટી અનુભવાય એમાં બેમત નથી. વળી, શંકર...

સ્વીકાર- My translation of Robert Frost's poem Acceptance

Acceptance   When the spent sun throws up its rays on cloud And goes down burning into the gulf below, No voice in nature is heard to cry aloud At what has happened.   Birds, at least must know It is the change to darkness in the sky. Murmuring something quiet in her breast, One bird begins to close a faded eye; Or overtaken too far from his nest, Hurrying low above the grove, some waif Swoops just in time to his remembered tree. At most he thinks or twitters softly, 'Safe! Now let the night be dark for all of me. Let the night bee too dark for me to see Into the future.   Let what will be, be. સ્વીકાર ક્ષીણ થઇ ગયેલો સૂરજ , એના કિરણો વાદળો પર પાથરે છે ... અને સળગતો ;   એ જ્યારે વિશાળ , અફાટ ઊંડાણ તરફ ગતિ કરે છે , ત્યારે એ ઘટના માટે કુદરતમાંથી તો કોઇ આક્રંદ થતું સંભળાતું નથી ! પણ પંખી ઓ ! પંખીઓ તો એ જાણતા જ હશે. કે અંધકાર તરફનો આકાશનો આ બદલાવ છે . મનમાં કશોક શાંત ગુંજ...