શ્રાવણ મહિનામાં વ્રતો અને શિવપૂજા પાછળનું તથ્ય
શ્રાવણ માસ એટલે શિવભક્તિનો માસ, વ્રતો અને ઉપવાસોનો માસ, તહેવારોનો માસ, વિધિવિધાનોનો માસ. આ ઉપવાસ, શિવભક્તિ, વિધિઓ વગેરે સદીઓથી ચાલ્યું આવે છે. આપણા આર્ષદ્રષ્ટા અને જ્ઞાની એવા ઋષિઓએ સંપૂર્ણ અભ્યાસ અને સંશોધન કરીને બનાવેલી આ પરંપરાઓ છે જે આજે પણ એટલી જ પ્રસ્તુત છે. આજે હું તમારી સમક્ષ શિવલિંગની બીલીપત્રથી થતી પૂજા, શ્રાવણ માસમાં થતા ઉપવાસો અને એની સાથે જોડાયેલું વિજ્ઞાન એની વિશે થોડી વાત કરીશ. સૌપ્રથમ તો શિવ કે શંકર ભગવાનને આપણે બે સ્વરૂપે પૂજીએ છીએ. એક મૂર્તિ સ્વરૂપે અને એક શિવલિંગ સ્વરૂપે. એમાં શ્રાવણ માસમાં મુખ્યત્વે આપણે શિવલિંગની બિલ્વપત્રથી પૂજા કરીએ છીએ. આ બન્ને પાછળ અમુક તર્ક અને કારણો જોડાયેલા છે. ધરતી એ આપણા માટે ઉર્જાનો સ્ત્રોત છે. શિવલિંગની રચના એવી હોય છે કે જેમાં ધરતીમાં રહેલી મહત્તમ ઉર્જા સંગ્રહાય છે. વળી શિવલિંગની આજુબાજુના રેડિએશન એટલા તીવ્ર હોય છે કે એની નજીક ઉભા રહેવા માત્રથી એની અસર અનુભવી શકાય. અને એને સ્પર્શ કરવાથી એ એનર્જીનો સંચાર આપણામાં થાય. દેખીતી રીતે આ બહુ સૂક્ષ્મ બાબત છે પણ રોજ જો આ વિધાન કરો તો તમને શરીરમાં પોસિટીવીટી અનુભવાય એમાં બેમત નથી. વળી, શંકર...