My translation of Gujarati poem into English
ટ્રાફિક કંટ્રોલર જેવા વિવેચકો અહીંથી ખસી જાઓ, કવિતા જેમ આવે છે એમ એને આવવા દો. આગિયાને ઍમ્બ્યુલન્સમાં લઇ જનારા તમે તો પતંગિયાનું પોસ્ટમોર્ટમ કરનારા. પૃથ્વીને રોમાંચ થાય છે ત્યારે ઘાસ ઊગે છે, કે ઘાસ ઊગે છે ત્યારે પૃથ્વીને રોમાંચ થાય છે- આવી ચર્ચાનાં ચૂંથણા કરનારાઓ તમારું પીંજણ બંધ કરો અને ઘાસને ચાવી ન નાખો. આકાશમાં મેઘધનુષ પ્રકટ્યું અને કવિનું હદય ઊછળ્યું એમાં તમારી છાતી કેમ બેસી જાય છે ? ઑથેલો જેવા તમારા હાથ ઇયાગોના મોજાં પહેરીને ડેસ્ડેમોના જેવા ગીતને તમે ગૂંગળાવી મારીને જ જંપશો. ડેસ્ડેમોના નહીં હોય ત્યારે તમારું ઑક્યુપેશન ચાલી જશે, અને તમે પછી સાવ એકલવાયા થઇને નરકમાં અટવાયા કરશો. This is an anonymous Gujarati poem, that I have found it from the collection of Gujarati poems and its description named- " કવિતાનો આનંદ" (The Pleasure of Poetry) . This collection is made by very well known Gujarati poet- Suresh Dalaal. I was told by my teacher- Dr. Dilip Barad- to translate this poem into English. So, I have done small try of translating it fr...