Subversion by a citizen of an democratic nation.
ભારત એક એવો દેશ છે કે જ્યાં ભંગારનો ય ભાવ કરાવતા લોકો યુધ્ધની વાતો કરે છે. અને યુધ્ધ એક એવી ઘટના છે (રાધર, યુધ્ધ એક જ એવી ઘટના છે) કે જેમાં જીતનારને પણ (ક્યારેક તો હારનાર કરતા પણ વધારે) નુકસાન જ થાય છે. એટલે સરવાળે જીતનારને વિજય (!) સિવાય કશુ જ નથી મળતું (અને 'યુધ્ધમાં મળેલો વિજય' એનાથી વધારે શરમજનક બાબત બીજી એક પણ નથી). ધર્મગ્રંથો અને કથાઓમાં આલેખાયેલા યુધ્ધોને બાદ કરીએ તોપણ માનવપ્રજા છેલ્લા સો વરસોમાં બે મહાયુધ્ધો અને એના પરિણામ સ્વરૂપે મહાવિનાશ જોઇ જ ચૂકી છે. તેમ છતાં જો આપણામાંથી થોડા લોકો ય યુધ્ધની તરફેણ કરતા હોય તો "man is the wisest animal on the earth" એ વાક્ય પર શંકા કરવી પડે. કેમકે પશુઓ, પક્ષીઓ, જીવજંતુઓ ક્યારેય યુધ્ધો નથી કરતા. મને ખબર છે કે યુધ્ધની ફેવર કરતા લોકો અને યુધ્ધનો વિરોધ કરતા લોકો બન્નેમાંથી કોઇ પણ પાસે "યુદ્ધનો વિકલ્પ શું ?" એ સવાલનો જવાબ નથી. અને બધાને એ ય ખબર છે કે વાટાઘાટો જાડી ચામડીના દેશો સાથે ના થાય.પણ યુધ્ધનો વિકલ્પ નથી એટલા જ માત્ર કારણથી યુધ્ધ કરવું એ બાળકબુદ્ધિ કહેવાય. ...