Subversion by a citizen of an democratic nation.

                    ભારત એક એવો દેશ છે કે જ્યાં ભંગારનો ય ભાવ કરાવતા લોકો યુધ્ધની વાતો કરે છે. અને યુધ્ધ એક એવી ઘટના છે (રાધર, યુધ્ધ એક જ એવી ઘટના છે) કે જેમાં જીતનારને પણ (ક્યારેક તો હારનાર કરતા પણ વધારે) નુકસાન જ થાય છે. એટલે સરવાળે જીતનારને વિજય (!) સિવાય કશુ જ નથી મળતું (અને 'યુધ્ધમાં મળેલો વિજય' એનાથી વધારે શરમજનક બાબત બીજી એક પણ નથી). ધર્મગ્રંથો અને કથાઓમાં આલેખાયેલા યુધ્ધોને બાદ કરીએ તોપણ માનવપ્રજા છેલ્લા સો વરસોમાં બે મહાયુધ્ધો અને એના પરિણામ સ્વરૂપે મહાવિનાશ જોઇ જ ચૂકી છે. તેમ છતાં જો આપણામાંથી થોડા લોકો ય યુધ્ધની તરફેણ કરતા હોય તો "man is the wisest animal on the earth" એ વાક્ય પર શંકા કરવી પડે. કેમકે પશુઓ, પક્ષીઓ, જીવજંતુઓ ક્યારેય યુધ્ધો નથી કરતા. મને ખબર છે કે યુધ્ધની ફેવર કરતા લોકો અને યુધ્ધનો વિરોધ કરતા લોકો બન્નેમાંથી કોઇ પણ પાસે "યુદ્ધનો વિકલ્પ શું ?" એ સવાલનો જવાબ નથી. અને બધાને એ ય ખબર છે કે વાટાઘાટો જાડી ચામડીના દેશો સાથે ના થાય.પણ યુધ્ધનો વિકલ્પ નથી એટલા જ માત્ર કારણથી યુધ્ધ કરવું એ બાળકબુદ્ધિ કહેવાય.

                     યુધ્ધ ને અમૂક અંશે "existentialism " સાથે સરખાવી શકાય્. એ પૂરું થાય પછી આપણને ખબર પડે કે એ તો meaningless હતું અને એમાંથી કશું જ ના મળ્યું. બહુ બહુ તો પચીસ પચાસ વરસો પછી બાળકોના ઇતિહાસના પુસ્તકોમાં ઉમેરવા માટેના વિષયો મળે ! જેમાંથી બાળકો (એટલે કે next generation) એક જ વસ્તુ શીખે કે આપણા પૂર્વજો ઇતિહાસમાંથી (પુનરાવર્તન સિવાય) કશું શીખતા નહોતા !

                     કલાકારોનો, ચીજવસ્તુઓનો બોયકોટ એ એક વિકલ્પ ખરો પણ કલા એ વળી એવી વસ્તુ છે કે એને હિંસા, બદલો એવા શબ્દોની જોડાજોડ બેસાડી ના શકાય. અમૂક કલાકારોને અને એની કલાને (એ અમૂક દેશ કે જાતિનો કલાકાર છે એવા પૂર્વગ્રહ વિના) ઉંડાણથી ચાહતા લોકો માટે અચાનક જ એને ચાહતા બંધ થઇ જવું એ ઘણી અઘરી બાબત છે. અને હજુ ય કલાકારો અને કલાચાહકોનો મોટો વર્ગ  depersonalization  ના લેવલ સુધી પહોંચ્યો નથી કે કલાકારો અને એમની કલા એ બન્નેને બે અલગ અલગ ઘટના તરીકે જોઇ શકે. (અને એવી આશા રાખવી એ ય જરા વધુ પડતું છે.) એટલે કલાકારો પર પ્રતિબંધ લગાડી શકાય પણ અત્યાર સુધીમાં એમણે જે આપ્યું છે, કલા સ્વરૂપે જે વહેતું કર્યું છે એને કેમ મીટાવી શકાય ? આપણા અમૂક કટ્ટરવાદીઓના કમનસીબે અને કલાના સદનસીબે, કલા એ abstract વસ્તુ છે, એટલે એનો નાશ ન કરી શકાય. અને આવું self criticism કરતા દરેક લોકોએ પોતે દેશપ્રેમી જ છે એવો ખુલાસો કરવો પડે એ ય પાછી આપણી જડ માનસિકતાની નિશાની છે. ખરેખર તો જે લોકો 'દેશપ્રેમ' શબ્દના ઊંડાણને પારખતા હોય એ લોકો self criticismને આવકારતા જ હોય.

                        અને છેલ્લે, આખી ય માનવજાત પશુપણા કે રાધર પશુવેડામાંથી બહાર આવે તો જ શાંતિ માટે જગ્યા છે નહિતર "Gulliver's Travels" ના "the land of Houyhnhnm" partમાં Swiftએ જે આગોતરું જોયું છે એ હકિકતમાં બદલાતા વાર નહિ લાગે.

Comments

Popular posts from this blog

Why 'ONLY' Hero dies in latest movies ?

Review of the movie Article 15

વડીલોને વિનંતી