Review of the movie Article 15
રંગ દે બસંતી ફિલ્મમાં યુવાનોની દેશભક્તિ બતાવી છે. પણ એ ભારતીય યુવાનોમાં દેશભક્તિ એક વિદેશી છોકરી ખીલવે છે. એ જ રીતે આર્ટિકલ 15 માં પણ દલિતો માટે લડતો દલિત નિષાદ માર્યો જાય છે અને દલિતોને ન્યાય એક સવર્ણ પોલીસ ઓફિસર અપાવે છે. સત્યઘટના પર આધારિત છે અને હકીકતમાં આમ બન્યું પણ હશે. તો ય સવાલ તો ઊઠે છે કે #subaltern લોકોને ઉપર આવવા માટે ય જેનાથી કચડાયેલા છે એનો જ સહારો લેતા કેમ બતાવવામાં આવે છે ?
થોડા સમય પહેલા એક ફોટોગ્રાફરે લીધેલી મુંબઈ શહેરની light અને darkness juxtapose થાય એવી તસવીર પ્રસિદ્ધ થયેલી. આ ફિલ્મની શરૂઆત પણ કંઈક એ તસ્વીર જેવી છે. વરસાદમાં ગંદા વિસ્તારમાં કોઈક નાનકડા છાપરાં હેઠળ ઊભા રહીને (ઉચ્ચ/અમીર લોકોની શ્રીમંતાઈની સામે સંઘર્ષમાં જીવતા લોકોની તક્લીફોને મૂકતા લોકગીત જેવું) ગીત ગાતા દલિત લોકો અને એમના ગીત સાથે જ બે દલિત કિશોરીઓ ઉપર થતો અત્યાચાર...ખાલી અમુક સેકન્ડનું જ એ દ્રશ્ય છે જેમાં એ બાળકીઓની આંખમાં અંજાયેલો ભય જોઈને જ કમકમાટી ઉપજે ! અને એની તરત પછીના જ દ્રશ્યમાં આવે સાફસુથરા માર્ગ પર ચાલી જતી પોલીસ ઓફિસરની સાફસુથરી કાર અને સંઘર્ષ વર્ણવતા લોકગીતની જગ્યાએ કારમાં વાગતું બોબ ડીલનનું ગીત Blowin’ in the Wind ! તરત જ આપણને અરવિંદ અડિગાનું '#India_of_light_and_India_of_darkness' પ્રત્યક્ષ થઈ જાય.
ફિલ્મ એક ઉત્તમ plot constructionનું ઉદાહરણ છે. વિદેશમાં રહી આવીને સીધો ભારતના સદીઓ પહેલાનાં સમયમાં જીવતા સમાજમાં આવી પડતો આદર્શવાદી પોલીસ અને એની સામે આવતો મોટાભાગના રાજકારણીઓની ચામડી જેવી જાડી બુદ્ધિ અને જડ માનસિકતા બદલવાનો પડકાર !
જે લોકોનું પાણી પણ અછૂત ગણતા અને જેમના મંદિરમાં પ્રવેશ કરવાની ધારણા માત્રથી એમને ઢોરમાર મારતા સવર્ણોને એ જ દલિત ખોળિયું ધરાવતી બાળકીઓ પર અત્યાચાર કરવામાં છૂત અછૂતની માન્યતા આડે નથી આવતી ! અહીં ભોગ બનનાર એક તો દલિત અને ઉપરથી સ્ત્રી ! પેલું '#subaltern_of_subaltern' સતત મગજમાં ઘુમરાયા કરે છે.
પાત્રોને સારી treatment અપાઈ છે. પણ નિષાદનું પાત્ર ટૂંકાવી નાખવાને બદલે ઉપર ઉઠાવ્યું હોત તો વધુ ન્યાયપૂર્ણ લાગત. એ જ રીતે દુષ્કર્મનો મુખ્ય સૂત્રધાર આંશુ નહેરીયા પણ યોગ્ય રીતે સજાપાત્ર બનતો નથી એ ખટકે એવું છે. બાળકીઓની સાથે આવું પાશવી વર્તન કરનાર માત્ર એક ગોળીથી વીંધાઇ જાય અને ત્યાં સુધી એનો અપરાધ કોઈની નજરે પણ ન ચડે એવી સગવડ ગળે ન ઉતરી. છેલ્લે સજા તો માત્ર બ્રહ્મદત્તને જ થાય છે. એની સજા જોકે justifiable લાગી. બ્રહ્મદત્તનું પાત્ર મનોજ પાહવાએ સુંદર રીતે ભજવ્યું છે. કૂતરાંને દયાભાવથી બિસ્કિટ ખવડાવ્યા કરતો એ કહેવાતો સવર્ણ ઠંડા કલેજે રેપ અને ખૂન બંને કરી શકે છે ! આયુષ્યમાન તો બિનવિવાદાસ્પદ રીતે ઉત્તમ જ હોય. ઈશા તલવારે પણ અદિતિના પાત્રને સારો ન્યાય આપ્યો છે. સૌથી વધુ ધ્યાન ખેંચે છે એ પાત્ર ગૌરા(સયાની ગુપ્તા). ગુમ થયેલી બહેનને શોધવા માટેનો એનો વલવલાટ, અયાનની સ્વાગત પાર્ટીમાં એની આંખોમાં ભભક્તો રોષ, નિષાદની પ્રેમિકા તરીકે આખું અલગ ઉભરતું એનું વ્યક્તિત્વ. એ પાત્ર અસરકારક રીતે નીખરી આવે છે.
આખી ફિલ્મનો બેકગ્રાઉન્ડ કલર ગ્રે શેડ છે. મોંસૂઝણું થયું હોય અને આકાશ જેવા રંગનું હોય એવો રંગ દેખાય છે મોટાભાગે. ફિલ્મનો હજુ એક ઉત્તમ હિસ્સો છે એના સંવાદો.
औकात वो है जो हम इनको देते है | (અંશુ નહેરીયા)
पावर की कोइ अलग ही जात होती है | (નિષાદ)
जो आवाझ उठाता है उसको देश की सुरक्षा के लिये खतरा बताया जाता है | (દલિત નેતા નિષાદ અને પછી કવિ પાશની પંક્તિઓ અનુસંધાનમાં ઉમેરે છે:)
यदि देश की सुरक्षा यही होती है,
तो हमें देश की सुरक्षा से खतरा है।
कभी हरीजन बन जाते है कभी बहुजन बन जाते है, बस जन नहीं बन पा रहे है |(નિષાદ)
आप जीसे वायलंस केह रहे है उसके नीचे भी एक वायलंस है जो दीख नहीं रहा | (અયાન રંજન)
અનુભવ સિંહાએ ફિલ્મને સુંદર માવજત આપી છે. બેકગ્રાઉન્ડમાં વૈષ્ણવજનના ગીત સાથેનો અંત ફિલ્મને ચોટદાર પૂર્ણતા બક્ષે છે. ખાસ કરીને ઉજાસના ભારતમાં રહેતા લોકોએ તો આ ફિલ્મ જોવી જ જોઈએ. સવર્ણ હોવાના ગૌરવથી પીડાતા લોકો માટે પણ આ ફિલ્મ દવાના ડોઝ જેવું કામ કરી શકે એમ છે. 'હવે કોઈને અનામતની જરૂર નથી' એવું માનતા લોકોએ પણ આ ફિલ્મમાં રજૂ થયેલું ભારત જોવાની જરૂર છે.
છેલ્લે:
‘यदि देश की सुरक्षा यही होती है,
कि बिना जमीर होना जिंदगी के लिए शर्त बन जाये,
आंख की पुतली में हां के सिवाय कोई भी शब्द
अश्लील हो,
और मन
बदकार पलों के सामने दंडवत झुका रहे
तो हमें देश की सुरक्षा से खतरा है।
-अवतार सिंह संधू ‘पाश’

Comments
Post a Comment