લોકશાહી



આપણને લોકશાહી ફાવે.
આમ આપણે પેટાસરમુખત્યારો જીરવી લઈએ,
પણ ફાવે તો તોય લોકશાહી .
સત્યના ભોગે આપણે વાણી સ્વાતંત્ર્ય માણીએ,
કારણ શું કે લોકશાહી હોય એટલે કાંઈ લોકોની લાગણીઓ થોડી દુભાવાય ?
એટલે પછી ક્યારેક સત્ય,નીતિમત્તા આવું બધું જતું કરવું પડે !
ગુનેગારો અને આતંકવાદીઓ માટે પાણીની જેમ પૈસા વહાવતો દેશ લોકશાહી માટે આટલી કિંમત તો ચૂકવી શકે ને !?
એક ખાલી ધર્મ બાકાત રહે લોકશાહીમાંથી...
ધર્મમાં લોકશાહી ના હોય
એમાં કોઈ ગમે એમ બોલી,પહેરી કે વર્તી ના શકે (કોઈને નડતું ના હોય તો પણ).
એમ તો વસ્તીગણતરીમાં દેશના કેટલાય જીવતા જાગતા લોકો બાકાત રહી જાય છે ને !
તો આપણે ગણાઈ જઈએ એટલે આપણને સંતોષ નથી થઈ જતો ?
લોકશાહીમાંથી બાકાત રહેલો ધર્મ અને વસ્તીગણતરીમાંથી બાકાત રહેલા લોકોની આગવી લોકશાહી કે સરમુખત્યારશાહી હોય છે.
એનાથી આપણને શું ફેર પડે ?
આપણે તો લોકશાહીમાં માનીએ, જેમાં બધા જીવે છે.
બધા માને એવું માનવા માટે તો લોકશાહી છે,
એમાં આપણે ક્યાં પાવલોવ અને નિત્શે બધાને વચ્ચે લાવવા !
આપણને તો લોકશાહી ફાવે છે, પછી શું કામ ઘેટાંની કે કુતરાઓની સાયકોલોજી સમજવી !?
મગજ ના વાપરવું પડે ખાતર પણ આપણને તો લોકશાહી ફાવે !

Comments

Popular posts from this blog

Why 'ONLY' Hero dies in latest movies ?

Review of the movie Article 15

વડીલોને વિનંતી